એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ સ્કુલ


એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRs)એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRs)

આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તે માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનું વિના મૂલ્યે શિક્ષણ, રહેઠાણ, પુસ્તકો, ગણવેશ તેમજ ભોજન વગેરેની વિના મૂલ્યે સગવડો પૂરી પાડી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો ચલાવવામાં આવે છે.

સોસાયટી દ્વારા આ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવા માટે પૂરતી સંખ્યામાં શિક્ષકો, સ્ટાફ અને વિધાર્થીઓને સારું ભોજન પૂરુ પાડી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરીને તેમજ વિધાર્થીઓને સુખદ અને તંદુરસ્ત પર્યાવરણ ઉભુ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, કલબ, એક્સપોઝર મુલાકાત, કોમ્પયુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત જેવી પ્રવ્રુત્તિઓ કરાવવામાં આવે છે.
સુવિધાઓ

શૈક્ષણિક વ્યવસ્થામાં અદ્યતન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ શાળાઓને બાયો-મેટ્રિક હાજરી પુરવાની વ્યવસ્થા, ૨૪કલાક અને સપ્તાહનીસાતે દિવસ (24X7) ઈન્ટરનેટ સુવિધાઓ સાથેનો કોમ્પ્યુટર પ્રયોગશાળા, પુસ્તકાલય, વિજ્ઞાનની પ્રયોગશાળા, રમતતગમતનું મેદાન, છાત્રાલય રસોડું વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

આ શાળાઓ રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્યના શૈક્ષણિક-સંશોધન તાલીમ સંસ્થાના માળખાને અનુસરે છે. (GCERT અને NCERT). અભ્યાસનું માધ્યમ અંગ્રેજી અથવા ગુજરાતી હોય છે. શીખવા-શીખવવાની પ્રક્રિયામાં પ્રૌદ્યોગિકીનો વિનિયોગ કરીને ભણવાનુ રસપ્રદ બનાવાય છે. આ બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક માનસ કેળવાય તે હેતુથી "તમારી જતન પ્રયોગ કરો" (DIT) પ્રકારની વ્યક્તિગત સામગ્રીનો ઉપયોગ કરાય છે જેથી તેઓ જાતે જ વિજ્ઞાનના પ્રયોગો કરતા કરતાં વિભાવનાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
વિદ્યાકીય સુવિધાઓ વિદ્યાકીય સુવિધાઓ

એકલાથી ભાવનાને પ્રસ્તુત કરવા માટે સ્પર્ધાત્મક ભાવ કેળવવા માટે, વાજબી વર્તાવ સહકારના સદ્દગુણો સમજવા માટે, પોતે એક જ શાળા/સંસ્થા સમુદાયનાં સભ્યો છે તેવી સમર્પિતતાનો ભાવ માનવા ઉતારવા માટે તેમજ તેમનામાં નેતૃત્વના ગુણોનું સિંચન કરવા માટે શાળા વિશિષ્ટ આવાસ વ્યવસ્થાનું અનુકરણ કરે છે. દરેક વિદ્યાર્થીઓના કેટલાંક આંતરિક જૂથ બનાવવામાં આવ્યા છે. જેને અંદરોઅંદર જ રમતગમતની સાંસ્કૃતિક કાર્યક્રમોની, વિદ્યાકીય ઉપલબ્ધીની સ્પર્ધાઓ યોજે છે અને સત્રને અંતે શ્રેષ્ઠ જૂથને 'શ્રેષ્ઠ જૂથ પારિતોષિક' આપવામાં આવે છે.
આવાસ-વ્યવસ્થા

આદિવાસી બાળકોમાં રહેલી કુદરતી ક્ષમતા ને તેમનામાં છૂપાઈ રહેલી શક્તિઓને બહાર લાવવાના ઉદ્દેશથી વિજ્ઞાન, માહિતી-પ્રૌદ્યોગિકી, બાગબાની, નર્સરી, નૃત્ય, નાટિકા, ગીત-સંગીત, ફોટોગ્રાફી, મેંહદી, રંગોળી, પ્રાકૃતિકજ્ઞાન અને સમાજ કાર્યને લગતી વિવિધ ક્લબો રાખવામાં આવી છે.
ક્લબક્લબ

આ બાળકોને બહારના વિશ્વ સાથે સંપર્ક જોડી આપવા માટે શૈક્ષણિક પ્રવાસતેમજ પર્યટનનું નિયમિત રૂપે આયોજન કરાય છે.
શૈક્ષણિક પ્રવાસશૈક્ષણિક પ્રવાસ

આદિજાતીના બાળકોની માનસિક અને શારીરિક ક્ષમતા કેળવવા માટે નિયમિત રમતગમત તથા યોગના વર્ગો ચલાવાય છે. એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓની સ્પર્ધાઓ અન્ય સ્થાનિક/જિલ્લા/રાજ્ય કક્ષાએ બહારની શાળાઓ સાથે યોજાય છે અને તેઓ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પણ સારો દેખાવ કરતી જોવા મળ્યા છે. રાજ્યના ખેલ મહાકુંભમાં ઘણી સ્પર્ધાઓમાં આ આદિવાસી બાળકોએ ભાગ લીધો છે.
રમતગમત

ભારત સરકાર ના બાંધારણ ના ૨૭૫(૧) હેઠળ મંજુર થયેલ શાળાના વિદ્યાર્થીઓની વિગત

ક્ર. શાળાનું નામ શાળાનું સરનામું તાલુકોવિદ્યાર્થીઓની સંખ્યા
        વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ કુલ
ઈ.એમ.આર.એસ-શામળાજી મુ. શામળાજી (શામળપુર), દાળ મિલની બાજુમા, ભિલોડા રોડ, તા: ભિલોડા, જિ: અરવલ્લી ભિલોડા ૧૯૫ ૨૧૬ ૪૧૧
ઈ.એમ.આર.એસ-શામળાજી-૨ મુ. શામળાજી (શામળપુર), દાળ મિલની બાજુમા, ભિલોડા રોડ, તા: ભિલોડા, જિ: અરવલ્લી ભિલોડા ૧૧૨ ૧૨૭ ૨૩૯
ઈ.એમ.આર.એસ- અંબાજી હિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠા દાંતા ૨૮૯ ૨૩૯ ૫૨૮
ઈ.એમ.આર.એસ-જગાણા અમદાવાદ પાલનપુર હાઇવે, મુ. પો. જગાણ, તા: પાલનપુર, જિ: બનાસકાંઠા પાલનપુર ૮૦ ૧૮૬ ૨૬૬
ઈ.એમ.આર.એસ- પુનિયાવાંટ મુ. વસેડી, તા તથા જિ: છોટા ઉદેપુર છોટા ઉદેપુર ૭૮ ૧૦૨ ૧૮૦
ઈ.એમ.આર.એસ-ખેરેડી જવાહર નવોદય વિદ્યાલય પાછળ, મેગા જી.આઇ.ડી.સી, ખરેડી, તા તથા જિ: દાહોદ દાહોદ ૧૯૫ ૨૧૦ ૪૦૫
ઈ.એમ.આર.એસ-લુખડીયા ધાનપુર રોડ, પલ્લી, લીમખેડા, જિ: દાહોદ લીમખેડા ૧૩૨ ૧૫૭ ૨૮૯
ઈ.એમ.આર.એસ-સાપુતારા હીલ ટોપ હોટેલના સામે, બી.આર.સી ભવનના બાજુમાં, સનરાઇઝ પોઇન્ટ રોડ, સાપુતારા, તા: આહવા, જિ: ડાંગ આહવા ૧૩૨ ૧૩૪ ૨૬૬
ઈ.એમ.આર.એસ-આહવા મીશન કમ્પાઉન્ડ, આઇ.ટી.આઇ ના પાછળ, આહવા, જિ: ડાંગ આહવા ૧૮૭ ૧૯૦ ૩૭૭
૧૦ ઈ.એમ.આર.એસ- કડાણા જી.ઈ.બી ગેસ્ટ હાઉસ, દિવડા કોલોની, તા: કડાણા, જિ: મહિસાગર કડાણા ૮૮ ૯૨ ૧૮૦
૧૧ ઈ.એમ.આર.એસ-નાંદોદ, ગોરા (કોલોની) ઈ.એમ.આર.એસ-નાંદોદ, મુ. ગોરા (કોલોની), જિ: નર્મદા નાંદોદ ૧૮૦ ૧૮૪ ૩૬૪
૧૨ ઈ.એમ.આર.એસ-તિલકવાડા મુ. ગનસિંદા, તા: પો. તિલકવાડા, જિ: નર્મદા તિલકવાડા ૨૭૨ ૨૦૯ ૪૮૧
૧૩ ઈ.એમ.આર.એસ-બારતાડ (ખાનપુર) મુ. બારતાડ (ખાનપુર), તા: વાંસદા, જિ: નવસારી. વાંસદા ૨૪૪ ૧૬૦ ૪૦૪
૧૪ ઈ.એમ.આર.એસ-વેજલપુર જી.ઈ.બી સબ-સ્ટેશનના બાજુમાં, વેજલપુર, તા: કલોલ, જિ: પંચમહાલ. કલોલ ૧૬૯ ૧૮૯ ૩૫૮
૧૫ ઈ.એમ.આર.એસ-મોતા બારડોલી જી.ઈ.બી ના બાજુમાં,મુ. મોતા, તા: બારડોલી, જિ: સુરત. બારડોલી ૨૭૮ ૨૦૨ ૪૮૦
૧૬ ઈ.એમ.આર.એસ-ઈન્દુ, વ્યારા ૫૦૦ ક્વાર્ટસ, એસ.આર.પી. પરેડ ગ્રાઉન્ડ, ઉકાઇ ડેમ, તા: સોનગઢ, જિ: તાપી. સોનગઢ ૧૫૫ ૧૩૮ ૨૯૩
૧૭ ઈ.એમ.આર.એસ-ઉકાઇ ૫૦૦ ક્વાર્ટસ, એસ.આર.પી. પરેડ ગ્રાઉન્ડ, ઉકાઇ ડેમ, તા: સોનગઢ, જિ: તાપી. સોનગઢ ૮૫ ૮૯ ૧૭૪
૧૮ ઈ.એમ.આર.એસ-નિઝર, ખોડદા. મુ. ખોડદા, તા: નિઝર, જિ: તાપી. નિઝર ૨૩૯ ૨૩૦ ૪૬૯
૧૯ ઈ.એમ.આર.એસ-વાઘોડીયા-૨ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, જી.આઇ.ડી.સી ના બાજુમાં, તા: વાઘોડીયા, જિ: વડોદરા. વાઘોડીયા ૧૦૪ ૧૪૯ ૨૫૩
૨૦ ઈ.એમ.આર.એસ-ધરમપુર ઓઝરપાડા, વોટર ક્લીનલીનેસ સેન્ટર, બારોલિયા રોડ, તા: ધરમપુર, જિ: વલસાડ. ધરમપુર ૧૬૦ ૧૪૦ ૩૦૦
૨૧ ઈ.એમ.આર.એસ-કપરાડા કાજુફળીયા, વાપી-નાસિક રોડ, મુ. કપરાડા, જિ: વલસાડ. કપરાડા ૧૪૯ ૧૬૭ ૩૧૬
૨૨ ઈ.એમ.આર.એસ-પારડી અતુલ વિદ્યામંદિર ઈ.એમ.આર.એસ, વલ્લભ આશ્રમ શાળાના સામે, એડવાન્સ કુલીંગ ટાવરના પાછળ, જી.આઇ.ડી.સી, મુ. પો. પારડી, જિ: વલસાડ. પારડી ૧૪૨ ૧૫૯ ૩૦૧
કુલ       ૩૬૬૫ ૩૬૬૯ ૭૩૩૪
સંબંધિત કડીઓ
News and Events