ગુજરાત સંકલિત આદિજાતિ શિક્ષણ યોજના (GITEP)
એક જ સ્થાને ચાલતી જુદી જુદી શાળાઓમાં જુદીજુદી રીતે વ્યવસ્થાપનમાં વધરારાના પ્રયાસો, ખર્ચ અને સમયનો વ્યય થતો ઓછ કરવા માટે GSTES એ સંકલિત શાળાઓની યોજના વિકસાવી છે. આ યોજનામાં એક જ સ્થાને એકઠુ શાળાઓ પોતાનાં ભૌતિક સંસાધનો જેમ કે, રમતનું મેદાન, પુસ્તકાલય, કોમ્પ્યુટર પ્રયોગશાળા, બોજનખંડ, દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ખંડ, સભા ખંડ, રસોડું વગેરે અન્ય શાળાઓ સાથે વહેંચીને સંયુક્ત પણએ વપરાશમાં લે છે. આવી સુવિધાઓને સંકલિત ઉપોયગ થવાને પરિણામે, ખર્ચ અને પ્રયાસો વેગેરની દૃષ્ટિએ સારી બચત થાય છે તેમજ માનવીય સંસાધનોનો બહેતર ઉપયોગ થાય છે.
શાળાઓના સંપૂર્ણ સંકલન પછી એક જ પરિસર વહીવટકર્તા દ્વારા તમામ શાળાઓનો વહીવટ એક જ સ્તાનથી કરવામાં આવશે અને પરિસરના એક જ આચાર્ય સમગ્ર પરિસરની શાળાઓનું શૈક્ષણિક કાર્ય સંયુક્તપણે ચકાસશે. જો કે દરેક શાળાના હિસાબો તો અગલથી જ નિભાવશે. સંકલિત શાળાઓની આ વિભાવનાનો અમલ ઘણી વખત શાળાઓમાં થઈ રહ્યો છે, અને તેને કારણે વહીવટ સરળ બનવા ઉપરાંત સમયનો ઘણઓ બચાવ થાય છે.