બાયોમેટ્રીક એટેન્ડન્સ એન્ડ કોમ્પ્યુટર એડેડ લર્નિંગ સિસ્ટમ્સ પ્રોજેક્ટ


બાયોમેટ્રીક એટેન્ડન્સ એન્ડ કોમ્પ્યુટર એડેડ લર્નિંગ સિસ્ટમ્સ પ્રોજેક્ટ બાયોમેટ્રીક આધારિત હાજરીના ઉપયોગ દ્વારા એક પારદર્શક અને અસરકારક નિયંત્રણ તંત્ર નિર્માણ કરવાનો સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ સૌપ્રથમ પ્રયાસ છે. જે આદિજાતિ વિકાસ વિભાગ તથા શિક્ષણ વિભાગ હસ્તકની શાળાઓ અને સંસ્થાઓ (છાત્રાલય, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર)માં ચાલી રહેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના ૮ જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, વડોદરા, સુરત અને તાપી ના ૩૨ આદિજાતિ તાલુકા આવરી લેવામાં આવેલ છે.

પ્રોજેક્ટનાં મુખ્ય હેતુઓ :

  • આઇ.ટી. ટેકનોલોજીનાં ઉપયોગથી શાળાઓમાં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરી અંગેનુ મોનીટરીંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
  • આદિજાતિનાં વિદ્યાર્થીઓને તેમના લાભ પુરા પાડવા માટે બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ્સ મારફ્ત પારદર્શક અને કાર્યક્ષમ મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવવાનો પણ ઉદેશ છે.
  • બાયોમેટ્રીક એટેન્ડન્સ સિસ્ટમ્સ દ્વારા શિક્ષણ સોફ્ટવેયર પુરા પાડી આદિજાતિના બાળકોમાં કોમ્પ્યુટરનાં શિક્ષણની તકો પુરી પાડી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
  • આ પ્રોજેક્ટ અંતર્ગત આદિજાતિ વિસ્તારનાં તમામ ૮ જિલ્લાઓ માટે એક સંગઠિત ‘વેબ પોર્ટલ’ તૈયાર કરવામાં આવ્યુ છે જેના મારફત જાહેર જનતાને પણ હાજરી અંગેની તમામ માહિતી ઉપલબ્ધ કરી શકાય છે.

પ્રોજેકટની મુખ્ય વિશેષતાઓ :

આ પ્રોજેક્ટનું અમલીકરણ આદિજાતિ વિસ્તારનાં ૮ જિલ્લાઓની કુલ ૭૧૨૯ શાળા-સંસ્થાઓમાં કરવામાં આવેલ છે જેમા શિક્ષણ વિભાગની ૬૦૦૫ પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ૧૧૨૪ આશ્રમશાળા, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ, લો લીટરસી ગર્લ્સ રેસીડેન્શીયલ સ્કુલ, મોડેલ સ્કૂલ, છાત્રાલય, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્ર, તેવી તમામ શાળા-સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

  • આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત તમામ જિલ્લ્લાઓમાં આવેલ કુલ ૩૯૦ અશ્રમશાળાઓમાં અમલીકરણ કરવામાં આવેલ છે.
  • આ પ્રોજેક્ટ દ્વારા બાયોમેટ્રીક આધારિત હાજરી ઉપરાંત બાળકોને શાળાઓમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ કોમ્પ્યુટરની મદદથી શિક્ષણ પુરૂ પાડવાના હેતુથી પ્રત્યેક કોમ્પ્યુટરમાં શૈક્ષણિક સોફ્ટવેર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
  • આ પ્રોજેક્ટ અંતર્ગત તમામ શાળા-સંસ્થાઓમાં બાયોમેટ્રીક હાજરી માટે કોમ્પ્યુટર, યુ.પી.એસ. અને ફીન્ગર પ્રીન્ટ સ્કેનર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે તથા તે શાળા-સંસ્થાઓના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના ડેટા એકત્ર કરી તેમની આંગળીઓની છાપ લઇ તેમનું એનરોલમેન્ટ કરવામાં આવેલ છે.
  • આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ દિવસમાં એક વખત તથા શિક્ષકો દિવસમાં બે વખત હાજરી પુરે છે. બાળકો તથા શિક્ષકોની હાજરી નોંધાયા બાદ તે તમામ માહિતી ઇન્ટરનેટ દ્વારા સંલગ્ન ડીસ્ટ્રીકટ હેડ ક્વાર્ટરને મોકલવામાં આવે છે.
  • આ માટે એક સંગઠિત 'વેબ પોર્ટલ' http://bacals.hclinsys.com તૈયાર કરવામાં આવ્યુ છે, જેના પરથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શાળાની હાજરી અંગેની માહિતી મેળવી શકે છે.
  • અમલીકરણ એજન્સી, એચ.સી.એલ. ઇન્ફોસિસ્ટમ્સ, દ્વારા પ્રત્યેક શાળાના શિક્ષકોને બાયોમેટ્રીક હાજરીના સોફ્ટવેર તથા શૈક્ષણિક સોફ્ટવેરના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તદ્દઉપરાંત, જિલ્લા કક્ષાના અધિકારીઓને પણ વેબ પોર્ટલ ઉપરથી હાજરી તથા અન્ય પ્રકારની માહિતી મેળવવા અંગે પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
  • પ્રોજેક્ટનું અમલીકરણ યોગ્ય રીતે અને સુવ્યવસ્થિત પણે થાય તેનું નિયંત્રણ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રકચર લીઝીંગ એન્ડ ફાઇનેન્શીયલ સર્વીસીસ, એજ્યુકેશન (આઇ.એલ.એફ.એસ., એજ્યુકેશન)ને પ્રોજેક્ટ મોનિટરીંગ એજન્સી તરીકેની કામગીરી સોંપવામાં આવેલ છે.
  • આ પ્રોજેક્ટનું જિલ્લા કક્ષાએ અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે તથા દૈનિક કાર્યવાહી દરમ્યાન ઉપસ્થિત થતી સમસ્યાઓનું યોગ્ય અને સમયસર નિરાકરણ કરવાના હેતુથી તા. ૨૮/૦૨/૨૦૧૩ના પરિપત્ર અન્વયે પ્રત્યેક જિલ્લા ખાતે જિલ્લાના પ્રાયોજના વહિવટદારશ્રીના નેતૃત્વ હેઠળ "ડિસ્ટ્રીક્ટ લેવલ કમીટી”ની રચના કરવામાં આવેલ છે.

પ્રોજેક્ટના લાભો :

  • શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવેલી ગ્રાન્ટનું ધ્યાન રાખી શકાય.
  • શિક્ષકોની નિયમિત તેમજ અન્ય કર્મચારીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત કરી શકાય. જેને કારણે ગેરહાજરીનું પ્રમાણ ઘટે.
  • વિદ્યાર્થીઓનો માહિતી આધાર આ પ્રાયોજનામાં જ બનાવી શકાય એ આ યોજનાનો વધારાનો લાભ છે.
  • શૈક્ષણિક સોફ્ટવેરના ઉપયોગથી વિદ્યાર્થીઓ વીજણ પદ્ધતિથી શીખી શકે.

શરૂઆતમાં NIIT, GSTES એ વિકસાયેલ મૂળ વિભાગના ‘Hole in the Wall’ (દિવાલમાં છિદ્ર)ના આધાર પર તેના જેમ જ વિભાવના 'રમતનું મેદાન એ જ શીખવાનું સ્થાન' (પ્લેગ્રાઉન્ડ લર્નિંગ સ્ટેશન) પોષણક્ષમ દરે વિકસાવવામાં આવી છે. આ યોજનાનું ખર્ચ પોષીય તેવી રીતે નીચેની માર્યાદાએ રાખવાના હેતુ જ NID ને સૂચવવામાં આવ્યું કે જેની નાની નાની મરામત કે જાળવણીની જરૂર ન પડે તે પ્રકારે કોમ્પ્યુટરનું ફર્નીચર બનાવવું તેમજ શાળાઓને ખુલ્લા સાધનમાંથી ઉપલબ્ધ સોફ્ટવેર આપવામાં આવ્યાં.

વિદ્યાર્થીઓ સપ્તાહના તમામ દિવસોએ અને દિવસના કોઈપણ સમયે (2417) કોઈપણ નિયંત્રણ વિના કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે, જેથી તેમના મનમાંથી કોમ્પ્યુટરની ડર દૂર થાય.

News and Events