શાળાઓ


એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા (EMRS)

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર રાજ્યમાં આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરુ પાડવા માટે અને તે દ્વારા આદિવાસી બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે ૪૮ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળા EMRS શરૂ કરી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે પણ પહેલ કરીને કેટલીક એકલવ્ય પ્રકારની શાળાઓ જાહેર ખાનગી-ભાગીદારી-PPP મોડેલ પર શરૂ કરી છે. આદિવાસી વ્યક્તિઓ સાથે વર્ષોથી કાર્યરત હોય તેને આવી શાળાઓમાં બોલાવી શકાય.

કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)

ઓછી સાક્ષરતાવાળા તાલુકાઓમાં ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી (GLRS) એ કન્યાઓની નિવાસી શાળાઓ એ માત્ર છોકરીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ છે જે માત્ર આદિવાસી કન્યાઓ માટે છે. ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં ભારત સરકારની આદિજાતિ બાબતો માટેના મંત્રાલય દ્વારા શાળાઓ અનુસૂચિત જનજાતિની કન્યાઓ માટે શિક્ષણને સુદૃઢ બનાવવા માટે ચલાવવામાં આવે છે.

આદર્શ શાળાઓ (Model Schools)

ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે 2010-11માં અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં માધ્યમિક શિક્ષણની કક્ષા સુધારવા માટે ૧૨ આદર્શ શાળાઓ મંજૂર કરી હતી. એકલવ્ય પ્રકારની શાળાઓની જેમ આ શાળાઓ નિવાસી પ્રકારની નથી.

સૈનિક શાળા

આ સૈનિક શાળા હોવાથી તેનું વધુ ધ્યાન શારિરિક કવાયત, લશ્કરી પરેડ, દોડ, યોગાસન, કસરતો તેમજ વોલીબોલ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી જેવી સેવાઓ પર છે. આ શાળાની નોંધણી એન.સી.સી. સાથે થઈ છે. અને 30 વિદ્યાર્થીઓની (એવી કે અડધી પ્રલટને) જુનિયર પલટને તાલીમ માટે મોકલવામાં આવે છે.

News and Events