મોડેલ શાળા


ભારત સરકારશ્રીના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ષ ૨૦૧૦-૧૧ માં રાજ્યના આદિજાતિ વિસ્તારમાં ૧૨ મોડેલ સ્કૂલો સ્થાપવા મંજુરી આપવામાં આવેલ છે. મોડેલ શાળા એ ડે પ્રકારની શાળા છે. જેમાં વિધર્થીઓને ભોજન, બે ટાઇમ નાસ્તો, ગણવેશ, પુસ્તકો, વગેરેની સગવડ પુરી પાડવામાં આવે છે.

  • મોડલ શાળા યોજના અંતર્ગત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રીકરીંગ ગ્રાંટ પેટે પ્રતિ વિધાર્થી દીઠ વાર્ષિક રૂ.૪૭૫૦/- વત્તા શિક્ષકોનો ખરેખરનો પગાર ખર્ચ ચુકવવામાં આવે છે. અને કેપીટલ ગ્રાન્ટ તરીકે રૂ.૩.૦૨ કરોડ મંજુર કરવાનું ધોરણ નક્કી કરેલ છે. જેમાં કેન્દ્ર અને રાજ્યસરકાર નો ફાળો ૧૨મી પંચવર્ષીય યોજના મૂજબ ૫૦:૫૦ નક્કી કરવામાં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૫-૧૬ માં શૈક્ષણિક બાબતોને લગતા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા શાળાઓને ફાળવવામાં આવતી રીકરીંગ ગ્રાન્ટમાં વિદ્યાર્થી દિઠ પ્રતિ વર્ષ રૂ. ૧૦,૦૦૦/- નો વધારો કરેલ છે.
  • મોડેલ શાળામાં ધોરણ ૬ થી ૧૨ (વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) સુધી શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
  • મોડેલ શાળાોમાં વિધાર્થીઓને નીચે મુજબની સગવડો પુરી પાડવામાં આવે છે
  • મોડેલ શાળાોમાં વિધાર્થીઓને ૬ કલાક ને બદલે ૧૦ કલાક ની શૈક્ષણિક પ્રવ્રૃતિ કરવામાં આવે છે જેમાં વિધાર્થીને શિક્ષણ પુરુ પાડી શાળામાં જ તેમને હોમવર્ક કરાવવામાં આવે છે અને હોમવર્ક પૂરું થયા બાદ તેમને દફતર વિના ઘરે મોકલવામાં આવે છે.
  • વિધાર્થીઓને તેમના નિવાસસ્થાનોથી શાળામાં આવવા જવા માટે ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા મિની બસ ની સગવડ પુરી પાડવામાં આવે છે.
  • સોસાયટી દ્વારા ૧૨ મોડેલ શાળાો ચલાવવામાં આવે છે.
  • વર્ષ-૨૦૧૫-૧૬ થી સદર યોજના રાજ્ય સર્કારને ડી-લીંન્ક કરવામાં આવેલ છે.
 
  • દરેક વિદ્યાર્થીને બપોરનું ભોજન
  • ગણવેશ
 
અનુ. નં. શાળાનું નામ છોકરાઓ છોકરીઓ કુલ
મોડેલ શાળા , છોટાઉદેપુર ૨૭૦ ૧૪૬ ૪૧૬
મોડેલ શાળા, નસવાડી ૨૪૦ ૨૧૧ ૪૫૧
મોડેલ શાળા, કવાંટ ૨૫૦ ૨૪૭ ૪૯૭
મોડેલ શાળા, પાવીજેતપુર ૨૫૯ ૧૩૬ ૩૯૫
મોડેલ શાળા, દાંતા ૧૭૫ ૧૩૩ ૩૦૮
મોડેલ શાળા, અમીરગઢ ૨૪૩ ૧૬૯ ૪૧૨
મોડેલ શાળા, દાહોદ ૨૩૮ ૧૫૭ ૩૯૫
મોડેલ શાળા, લીમખેડા ૨૬૪ ૧૯૩ ૪૫૭
મોડેલ શાળા ખેડબ્રહ્મા ૧૮૦ ૯૯ ૨૭૯
૧૦ મોડેલ શાળા, સંતરામપુર ૨૫૦ ૨૦૩ ૪૫૩
૧૧ મોડેલ શાળા, ઝાલોદ ૧૮૨ ૧૧૯ ૩૦૧
૧૨ મોડેલ શાળા, દેડીયાપાડા ૨૧૫ ૨૨૪ ૪૩૯
કુલ ૨,૦૩૭ ૨,૭૬૬ ૪,૮૦૩

 
સંબંધિત કડીઓ
News and Events