ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી: પરિચય

સોસાયટીની સ્થાપના

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટીની રચના સને ૧૯૫૦ના મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થયેલ છે. સોસાયટીનો રજીસ્ટ્રેશન નંબર એફ/૬૭૬/ગાંધીનગર તા. ૩ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થયેલ છે.

સોસાયટીના ઉદ્દેશ અને હેતુ

આ સોસાયટીની રચના કરવાનો મુખ્ય ઉદેશ્ય આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય વિદ્યાલયના ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે.

સામાજિક-આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવી તેના લાભો આદિજાતિ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા અને તેમનો સાક્ષરતા દર ઉંચો લાવવો.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતી વિસ્તારોમાં આદિજાતીના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુએ કુલ ૮૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. આ ૮૫ શાળાઓ પૈકી ૨૪ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ૪૩ અલપ-સાક્ષર કન્યા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ ડે સ્કુલ, ૧ સૈનિક સ્કૂલ તથા ૫ આશ્રમ શાળાઓ ઇ.એમ.આર.એસ યોજના મુજબ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.

સંબંધિત કડીઓ
News and Events